×
મારુ નામ નિસાર મોહમ્મદ સુલતાન ખાન મલિક છે. હું પાટણ નો રહેવાશી છુ. મારી તકલીફો ની શરૂવાત ૨૦૧૯ થી થઈ ગયી હતી, તકલીફો માં મને ઝાડા માં લોહી આવતું હતું સાથે ગેસ ની પ્રોબ્લેમ, બેચેની અને મારા વજનમાં ૧૫ કિલોનો ઘટાડો થયો હતો ત્યાર બાદ મને ડો. અમિત મન્સૂરીએ ૨૦૧૯ માં ડો. જયેશ પ્રજાપતિ નો સંપર્ક કરવાનું કીધું ત્યાર બાદ હું એમના પાસે ગયો અને રિપોર્ટ બતાવ્યા ત્યારે અમને કહ્યું કે તમને મોટા આંતરડામાં ગાંઠ છે જેથી તમારે સર્જરી કરાવી પડશે. ડો. જયેશ પ્રજાપતિ અને અદ્દેત ઓનકોલોજી ટીમ દ્વારા લેપ્રોસ્કોપી પદ્ધતિથી પેટ ઉપર મોટા કાપા મુક્યા વગર સર્જરી કરી. ઓપરેશન પછી મને વધારે દુખાવા વગર ઝડપથી રિકવરી આવી ગઈ હતી અને જલ્દી ઘરે જવાની રજા મળી ગઈ હતી. અત્યારે બે વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને હું એક્દુમ સ્વસ્થ છુ અને નોર્મલ જીવન થઈ ગયું છે.
- Nisar Mohammad Sultan Khan Malik.મારુ નામ હરેશભાઈ નવાની છે. હું વડોદરાનો રહેવાસી છુ. ૨૦૧૨ માં ડો. પ્રતીક દેસાઈ ( વડોદરા) એ મને ડો. જયેશ પ્રજાપતિ સાહેબનો રેફરેન્સ આપ્યો. તે સમયે મને ભૂખ ઓછી લગતી, મારુ વજન ૨૦ કિલો જેટલું ઓછું થયું, ઉલ્ટી અને ચક્કર જેવી તકલીફો થતી હતી. જેનું નિદાન કરાવતા મોટા આંતરડામાં રેક્ટમ પાસે કેન્સરની ગાંઠ હતી ડો. જયેશ પ્રજાપતિ સાહેબ અને તેમની ટીમે ઓપરેશન કર્યું હતું અને મને સંપૂર્ણ પણે કેન્સર મુક્ત કર્યો હતો.
- Hareshbhai Navani.મારુ નામ વાલકુબેન છે અને હું સાવરકુંડલાની રહેવાસી છુ. ૨૦૧૭ માં પેટમાં દુખાવો, કબજિયાત તી તકલીફ, અને વજન ઘટવાની તકલીફ થઈ હતી. તપાસ કરાવતા મને મોટા આંતરડામાં કેન્સરની ગાંઠ થઈ હતી. અમે અમદાવાદ આવી ડો. જયેશ પ્રજાપતિ શુભમ હોસ્પિટલ નો સંપર્ક કર્યો હતો. ડો. જયેશ પ્રજાપતિ અને તેમની ટીમ દ્વારા લેપ્રોસ્કોપી ટેક્નિક થી પેટ ઉપર કોઈ ચીરા મુકયા વગર દૂરબીન દ્વારા ઓપરેશન કરી ગાંઠ વાળા મોટા આંતરડાના ભાગને દૂર કરી નોર્મલ ભાગને એક બીજા સાથે સ્ટેપ્લરથી જોડી દેવામાં આવ્યા હતા. મને ઓપરેશન પછી દુખાવા રહિત ઝડપથી રિકવરી આવી ગઈ હતી. આજ ૩ વર્ષ પછી હું એક્દમ સ્વસ્થ છુ, બધું ઘરકામ કરું છુ અને નિયમિત પણે ચેક-અપ કરવું છુ.
- Valkuben.હું મીનાક્ષી બેન મેહતા ઉમર પ૪ રાણીપ, અમદાવાદ ની રહેવાશી છુ. ગત્ત વર્ષે લોકડાઉંન સમય ની વાત છે મને અતિશય ઝાડા માં લોહી આવતું હતું ત્યારબાદ મેં મારા લોકલ જનરલ પ્રેકટીસ્નર ડો. ચેતન નાયક નો સંપર્ક સાધ્યો તેમને મને સ્ટૂલ રિપોર્ટ અને કોલોનોસ્કોપી ની સલાહ આપી ત્યારબાદ મારી તકલીફ દૂર થઈ નહીં. અંતે હું ડો. જયેશ પ્રજાપતિ ( ઓન્કો સર્જન) શુભમ ઓન્કોલોજી કલીનીક નવરંગપુરા પાસે ના સંપર્ક માં આવી. ડો. જયેશ પ્રજાપતિએ મારા જુના રિપોર્ટ જોયા અને મને કહીંયુ કે મોટા આંતરડા માં ગાંઠ છે પછી ડો. જયેશ પ્રજાપતિ અને અદ્દેત ઓનકોલોજી ટીમ દ્વારા મારી સારવાર ચાલુ કરવામાં આવી હતી એમાં સૌ પ્રથમ મને રેડિયોથેરાપીની સારવાર આપવામાં આવી હતી જેનાથી ગાંઠ નાની થઈ ગઈ હતી પછી થોડા સમય બાદ લેપ્રોસ્કોપી પદ્ધતિ દ્વારા રેક્ટમ માં રહેલ ગાંઠને દૂર કરવામાં આવી હતી અને ગુદાના વાલ્વને બચાવી લેવામાં આવ્યો હતોને કાયમી કોલેક્ટોમી ન કરવી પડી હતી હવે હું બિલકુલ સ્વસ્થ અને નોર્મલ જીવન જીવું છુ.
મારુ નામ રાજેદ્રગિરિ ગોસ્વામી હું દીવ નો રહેવાશી છુ મને ૨૦૧૭ માં રેક્ટમ માં ભારે દૂખાવો થતો હતો પછી મેં એન્ડોસ્કોપી દ્વારા મારુ નિદાન કરાવ્યુ પછી ૨-૩ વાર હું હોસ્પિટલ માં પણ દાખલ થયો તો પણ મારી તકલીફો દૂર થઈ નહીં. ત્યાર બાદડો. જીગ્નેશ ગોસ્વામીએ (સિવિલ હોસ્પિટલ અમદાવાદ) મને ડો.જયેશ પ્રજાપતિ સાહેબનો સંપર્ક કરવાનું કીધું. ડો.જયેશ પ્રજાપતિ એ મારી સર્જરી કરી અત્યારે હું સંપૂણ પણે સાજો થઈ ગયો છુ હું ડો જયેશ પ્રજાપતિ અને તેમની ટીમ નો ખુબ જ આભારી છુ
Copyright © 2024 JP Cancer Care. All Rights Reserved. Design and develop by Arowa Webtech.